Saturday, February 7, 2015

બિહારમાં મહાયુતિની તૈયારી આખરી તબક્કામાં


-ચન્દ્રકાંત ક્નોજા

બિહારના રાજકારણમાં પરિવર્તનની તૈયારી આખરી તબક્કામાં છે. ભાજપ સામે લડવા માટે લાલુપ્રસાદ યાદવનો પક્ષ રાષ્ટ્રીય જનતા દળ અને શરદ યાદવ અને નીતીશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ યુનાઈટેડ ૧૫ જાન્યુઆરી બાદ ગમે ત્યારે એક થશે. જેના લીધે બિહારના મુખ્યમંત્રી જીતેન રામ માંઝીને પણ બદલવાની ફરજ પડશે. તેમજ મુખ્યમંત્રી પદની કમાન નીતીશ કુમારને પુન: સોપવામાં આવશે.

નીતીશ સંભાળશે મોરચો?
બિહારના રાજકારણમાં થઈ રહેલા વ્યાપક ફેરફાર બાદ મુખ્યમંત્રી પદ માટે પણ મોરચા માટે નીતીશકુમાર સક્ષમ છે. તેમજ હાલના મુખ્યમંત્રી જીતેન રામ માંઝીએ ખોટા નિવેદનો કરીને પોતાની છાપને ખરડી નાખી છે. તેથી પક્ષની અંદર અને જેડીયુના સાથી પક્ષો પર તેમને બદલવા પર જોર મૂકી રહ્યા છે. તેમજ સીનીયર નેતાના જણાવ્યા અનુસાર જો જીતેન રામ માંઝીને મુખ્યમંત્રી પદ પર કાયમ રખાશે તો રાજ્યના ઉચ્ચ વર્ગના મત ગુમાવવાનો વારો આવશે. તેમજ આ બધા મતદાતા ભાજપ તરફ સરકી જાય તેવી સ્થિતિ છે જે ચુંટણી વખતે વિકાસ નામ સાથે નીતીશ જોડે જોડાયા હતા. જો કે નીતીશ કુમાર પોતાને આ પદથું દુર રાખવા માંગે છે પરંતુ અન્ય કોઈ નામ પર સહમતી ઉવ્હી કરવી મુશ્કેલ છે.

આ ઉપરાંત જેડીયુના સવર્ણ વર્ગમાં પણ જીતેન રામ માંઝીને લઈને ક્ચવાટ છે.તેથી નીતીશકુમાર પુન: મુખ્યમંત્રી બની શકે છે. તેમજ બીજી તરફ લાલુના ઘાસચારા કાંડનો ફાયદો પણ નીતીશને જ થશે.

લાલુની બેટી મીસા ઉપ મુખ્યમંત્રી બનશે?
જો કે આ બધા વચ્ચે આરજેડી જેડીયુમાં ભળશે તો સતામાં ભાગીદારી પણ માંગશે. તેથી લાલુ હવે તેમના પત્નીના સ્થાને તેમની સૌથી મોટી પુત્રી મીસાને ઉપમુખ્યમંત્રી પદ માટે તૈયાર કરી રહ્યા છે. જો કે આરજેડીમાં આ પદ માટે અબ્દુલ બારી સિદ્દકી દાવેદાર છે. પરંતુ લાલુ તેમને મનાવીને પોતાની પુત્રીને રાજકારણમાં સ્થાપિત કરી દેશે. મીસ આ વખતે લોકસભા ચુંટણી પણ લડી હતી. પરંતુ તે ભાજપના રામકૃપાલ યાદવ સામે હારી ગઈ હતી.

વર્તમાન મુખ્યમંત્રી ભાજપમાં જોડાઈ તેવી શક્યતા?
બિહારના રાજકારણમાં ફુંકાતા પરિવર્તનના પવનમાં હાલના મુખ્યમંત્રી જીતેનરામ માંઝીને જો મુખ્યમંત્રી પદેથી દુર કરવામાં આવે તો. જીતેન રામ માંઝી માટે ભાજપના દ્વાર ખુલ્લા છે. તેમજ માંઝી ભૂતકાળમાં મોદી સરકારના વખાણ પણ કરી ચુક્યા છે. તેથી ભાજપ જીતેન રામ માંઝીને સાથે લેવાના મુડમાં છે. જો જીતેન રામ માંઝી ભાજપમાં જોડાય તો બિહારમાં ભાજપની દલિત વોટબેંક મજબુત બનશે. તેમજ માંઝી વિધાનસભા ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ તેમનો બિહારને વિશેષ દરજ્જો આપવાની વાતને ભાજપ મુદ્દો બનાવીને ચુંટણી પ્રચારમાં પણ કરી શકે છે.

No comments:

Post a Comment