ચંદ્રકાન્ત ક્નોજા
બ્રિટીશ ફિલ્મમેકર લીસી ઉડવીને નિર્ભયાની ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે કેટલાંક સરકારી નિયમનું ઉલ્લંધન કર્યું હતું. આ અંગે તપાસ કરતા તપાસ એજન્સીએ નોધ્યું હતું કે ધણી બધી જગ્યાએ મંજુરી મેળવવામાં ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં જેલમાંથઈ ઈન્ટરવ્યુ લેવા માટે અલગ વિષય સાથે મંજુરી માંગવામાં આવી હતી.
ઉડવીને આ ડોક્યુમેન્ટરી શૂટ કરવા માટે ભારતના કો – પ્રોડ્યુસર સાથે હાથ મિલાવ્યા હતા. ભારત તરફથી આ ડોક્યુમેન્ટરીની કો પ્રોડ્યુસર હતી અંજલી ભૂષણ હતી. જેનો ઉપયોગ પણ માત્ર જેલમાંથી મુકેશના ઈન્ટરવ્યુ માટે કરવામાં આવ્યો હતો.કારણ કે ભારતીય જેલમાં વિદેશી નાગરિકને શુટિંગની મંજુરી અપાતી નથી.
આ ઉપરાંત આ કેસમાં એ પણ માલુમ પડ્યું છે કે નિર્ભયા કેસમાં જેલ અને ઘટના સમય સિવાયના બીજા ફૂટેજ અને ઈન્ટરવ્યુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તમામ આરોપીના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા છે,પરંતુ માત્ર મુકેશની ઈન્ટરવ્યું જ ડોક્યુમેન્ટરીમાં સમાવવામાં આવ્યો છે.
એનો મતલબ એ છે કે આ ડોક્યુમેન્ટરી સેન્સેશનલ કરવાનો પ્રયાસ કરાયો છે. તેમજ તેને વેચીને વધુ પેસા કમાવવાનો હેતુ હતો. કારણ કે મુકેશ સિવાય અન્ય આરોપીએ ઈન્ટરવ્યુમાં યોગ્ય જવાબ આપી શક્યા નથી. તેમજ મુકેશની નિવેદન સ્ટોરીમાં સેન્સેશન માટે પુરતું હતું. તેથઈ ડોક્યુમેન્ટરીમાં માત્ર મુકેશનું નિવેદન જ સમાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કેટલાક અન્ય તથ્યો પણ સામે આવ્યાં છે. જેમાં ઉડવીનને આ ડોક્યુમેન્ટરીનું નામ “ઇન્ડિયન ડોટર”ને બદલે “દિલ્હી રેપ કેપિટલ ” આપવા માટે પણ ઓફર કરવામાં આવી હતી.
જયારે તિહાર જેલ સતાવાળાઓએ જણાવ્યું હતું કે ઉડવીને આ અનએડીટેડ ડોક્યુમેન્ટરી આપવા માટે અમને બાહેધરી આપી હતી. પરંતુ તેમ છતાં તેમણે અમને આ ડોક્યુમેન્ટરીની કોપી આપી ન હતી.
આ ઉપરાંત તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે લંડનની એક ફર્મે આ ડોક્યુમેન્ટરી માટે નાંણાની સહાય કરી હતી. આ ઉપરાંત એક સવાલ એ પણ છે કે તિહાડ જેલમાં જેના નામે મંજુરી લેવામાં આવી હતી તેનું નામ ડોક્યુમેન્ટરીના ટાઈટલમાંથી દુર કરવામાં આવ્યું હતું.

No comments:
Post a Comment