Saturday, February 21, 2015

ભારતીય ટીમ ડીફેન્ડ કરી શકશે વર્લ્ડ કપ ? વાંચો વિસ્તૃત વિશ્વલેષણ


                                                                             


                                                                                                                                 -  ચંદ્રકાન્ત ક્નોજા 


ભારતીય ક્રિકેટ ટીમ  ડીફેન્ડીંગ ચેમ્પિયનના સ્વરૂપે વર્ષ ૨૦૧૫ના  વર્લ્ડ કપમાં ઉતરશે.દરેક ભારતીયની આશા છે કે  તે ૨૦૧૧ના વર્લ્ડ કપને  જાળવી રાખે.જો  કે અત્યાર સુધી માત્ર બેજ ટીમો આમાં સફળ થઈ છે. જેમાં ૧૯૭૯માં વેસ્ટ ઇન્ડીઝ અને ૨૦૦૩ અને ૨૦૦૭માં ઓસ્ટ્રેલીયા. એશિયાઈ ટીમો ભારત પાકિસ્તાન અને શ્રીલંકા ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે ક્યારે પણ પુન: ખિતાબ મેળવી શકી  નથી. ભારત ૧૯૮૩માં  ચેમ્પિયન બન્યું પરંતુ ૧૯૮૭માં સેમીફાઈનલ સુધી પહોચી શકી હતી. પાકિસ્તાને ૧૯૯૨માં વર્લ્ડ કપ જીત્યો પરંતુ તેના પછીના વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઈનલમાં હારી ગયો. શ્રીલંકાએ  ૧૯૯૬માં વિશ્વ કપ જીત્યો પરંતુ ૧૯૯૯માં  તે સુપર ૬ માંથી પણ બહાર ફેંકાઈ ગઈ.તેવા સમયે ભાટીય ક્રિકેટ ટીમ જયારે  ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે વર્લ્ડ કપના મુકાબલામાં ઉતરશે ત્યારે શું  થશે તેની પર સૌની નજર હશે


વર્લ્ડકપ જીતેલી ટીમના ખેલાડીઓ બદલાયા 

ચેમ્પિયન ટીમ ઇન્ડિયાના ૧૧ ખેલાડીઓ આજે ટીમમાં નથી.જો આ ખેલાડીઓની તુલના વર્લ્ડકપ જાળવી રાખનારી ટીમ સાથે કરવામાં આવે તો જણાશે કે વર્ષ ૧૯૭૯માં વેસ્ટઇન્ડીઝ ટીમમાં આઠ ખેલાડી એવા હતા કે જે વર્ષ ૧૯૭૫ની ટીમમાં ન હતા. ઓસ્ટ્રેલીયાની ૨૦૦૩ ની  ટીમના ૧૦ અને ૨૦૦૭ની ટીમના ૭ ખેલાડી એવા હતા કે જે  વિજેતા ટીમમાં ન હતા.જો કે આ બધા વચ્ચે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની સંખ્યા સૌથી વધારે છે . જો આપણે  ભારતીય ટીમના ખેલાડીઓની ગેરહાજરીની રીતે જોઈએ તો  મહાન ખેલાડી સચિન તેંદુલકર,તોફાની બેસ્ટમેન વીરેન્દ્ર સહેવાગ અને ગત  વર્લ્ડ કપના મેન ઓફ ધ મેચ યુવરાજસિંહ સામેલ નથી. તેથી  ગંભીરતા વધુ ધેરી છે.નવા ખેલાડી આવે તેની સામે વાંધો નથી પરતું કોઈ અત્યંત અનુભવી ખેલાડીના સ્થાને નવા ખેલાડીનું રીપ્લેસમેન્ટ ટીમને કમજોર બનાવે છે.

ચેમ્પિયન ટીમની જગ્યાએ ડીફેન્ડીંગ ટીમ અનુભવહીન 

૨૦૧૧માં  ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડીનો વન ડે મેચ રમવાનો સરેરાશ ૧૩૮.૯૩ હતો જે  ૨૦૧૫માં ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડી મેચ રમવાની સરેરાશ ૮૫.૬૬ છે.તેમજ આ બંને ટીમોના અનુભવ પર વચ્ચે  ખાસ્સો તફાવત છે.આપણે જે ટીમે બીજીવાર વર્લ્ડ કપ જાળવી રાખ્યો છે તેવી એક ટીમની સરેરાશ પર નજર કરીએ. ૨૦૦૩માં  ઓસ્ટ્રેલીયાની ટીમના દરેક ખેલાડીની રમતની  સરેરાશ ૮૨. ૫૮ ટકા હતી.જયરે ૨૦૦૭માં કાંગારું ટીમના ખેલાડીઓની રમતની સરેરાશ ૧૦૦. ૪ ટકા હતી.એટલે કે એક વાત સ્પસ્ટ છે કે જે  વર્લ્ડ કપના ખિતાબને જાળવી રાખવા માટે વધારે અનુભવી ટીમ જ ફરીથી ખિતાબ જીતી શકશે.જયારે ૨૦૧૫ની  ટીમ ઇન્ડિયા આ બધા કરતા વિપરીત છે.

હાલત સંપૂર્ણ રીતે અલગ અલગ 

વર્ષ ૧૯૭૫ અને ૧૯૭૯ના બંને  વિશ્વ કપ  ઇંગ્લેન્ડમાં રમાયા હતા.એટલે કે વેસ્ટ ઇન્ડીઝ માટે પીચ અને વાતાવરણ  પણ સરખા હતાં.૧૯૯૯માં વિશ્વ કપ ઇંગ્લેન્ડમાં રમાઈ હતો. ઓસ્ટ્રેલીયાએ  ૨૦૦૩માં વિશ્વકપ દક્ષિણ આફ્રિકામાં જયારે ૨૦૦૭માં વેસ્ટઇન્ડીઝમાં જીત્યો હતો. આ ત્રણ દેશની પીચ અને હવામાન ઓસ્ટ્રેલીયાને સુટ કરે છે. ભારતે ૨૦૧૧માં  વિશ્વ કપ હોમ ગ્રાઉન્ડ પર જીત્યો હતો.જયારે તેને જાળવવા માટે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં રમવાનું છે જે તેની માટે અધરૂ છે. 

દરેક ફિલ્ડમાં કમજોર ભારતીય ટીમ 

વર્ષ  ૨૦૧૧માં ભારતીય બેટ્સમેનમાં ઓપનર જોડીમાં સચિન તેંદુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ગોતમ ગંભીર હતા. જયારે ૨૦૧૫ની ભારતીય ટીમમાં  શિખર ધવન,અજીક્ય રહાણે  અને રોહિત શર્મા છે.આ  ત્રણે  ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડની પીચનો ઓછો અનુભવ છે.જયારે સચિન, સહવાગ અને ગંભીર હોમ ગ્રાઉન્ડ પર રમતા  હતાં.

મધ્યમક્રમમાં યોગ્ય પણ યુવીની ખોટ સાલશે 
૨૦૧૧ની ટીમમાં મધ્યમક્રમમાં યુવરાજ,રેના,કોહલી અને ધોની હતા. આ વખતે યુવરાજને બાદ કરતા બાકી ત્રણ હજુ પણ ટીમમાં છે.યુવરાજનું સ્થાન અંબાતી રાયડુ લે તો પણ બેટિંગ નબળી ચોક્કસ થશે.

ઓલરાઉન્ડર  ખેલાડી 
૨૦૧૧ની ટીમમાં યુસુફ પઠાણ હતા તેના સ્થાને રવીન્દ્ર જાડેજાને  સ્થાન મળ્યું છે. બંને ખેલાડીની  ક્ષમતા સરખી છે. જો કે સ્ટુઅર્ટ બિન્ની વધારે એક ઓલ રાઉન્ડર છે.જો કે પીયુષ ચાવલા પણ ટીમમાં નથી. લોવર ઓર્ડરમાં હરભજન કામ  લાગતા હતા.પરતું તે આ વખતે ટીમમાં નથી.

બોલિંગ  મહત્વનું પાસું 
વર્ષ ૨૦૧૧ની ટીમમાં ફાસ્ટ બોલર તરીકે  જહીર ખાન, આશિષ નહેરા, શ્રી સંત અને મુનાફ પટેલ હતા.જયારે ૨૦૧૫ની ટીમમાં ભુવનેશ્વર કુમાર, મોહ્મ્મ્દ શામી, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ છે.જો કે ઝહિર ખાન જેવા બોલરની ભરપાઈ કોઈ બોલર કરી શકે તેમ નથી.

સ્પીન બોલિંગ પણ જરૂરી 

ભારતીય ટીમમાં સ્પીન બોલિંગ ૨૦૧૧ની સરખામણીએ કમજોર છે,જો કે મેચ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડની પીચ પર છે તેવા સમયે સ્પીનર ભૂમિકા મર્યાદિત રહેશે.પરંતુ તેમ છતાં હરભજન ના લેવલના સ્પીનની કમી ટીમને મહેસુસ થશે.

મોટીવેશનનો અભાવ 

ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષ ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતવાનું મોટીવેશન સચિન તેંદુલકર હતો. તેંદુલકરનો આખરી વર્લ્ડ કપ હતો અને તે જીતવા માટે તમામે  મહેનત કરી હતી.તેમજ તમામ મેચો હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જો કે અત્યારે ટીમમાં મોટીવેશનનો અભાવ જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલીયા અને  ન્યુઝીલેન્ડની પીચ અને ગ્રાઉન્ડ સૌથી મોટું ફેક્ટર 

ભારતીય ટીમ માટે સૌથી મોટી સમસ્યા બંને દેશોની પીચ અને તેનું હવામાન છે.જો કે ઓસ્ટ્રેલીયાના મેદાન ફીટનેશ માંગી લે તેવા છે.તેમજ ટીમ ઇન્ડિયા પહેલીથી  જ ફીટનેશ મામલે કમજોર છે.તેમજ ફોર અને સિક્સના માહેર બેસ્ટમેનને અહિયાં રનીંગ બીટવીન ધ વિકેટમાં દોડવાનું છે.જે પીચ પર બોલ વધુ સ્વીંગ થશે તે પીચ પર સાચવીને રમવું પડશે.જો કે આ બધા માટે અનુભવી ટીમની જરૂર છે એકાદ ખેલાડીથી નહીં ચાલે.

ભારતીય ટીમ લક બાય ચાન્સ પર નિર્ભર 

ભારતીય ટીમ મહેનત પર ઓછી અને ભાગ્ય પર વધારે ટકી છે.કારણ કે દરેક રમતમાં મજબુત ટીમ જ મેચ જીતે તે જરૂરી નથી.જો મજબુત ટીમ  વિશ્વ કપ જીતતી  હોત તો સાઉઠ આફ્રિકા ત્રણ વાર  વિશ્વ કપ જીત્યું હોત.તેથી જ વિશ્વ કપ જીતવા માટે ટીમની ઉંચુ  મનોબળ,ફેક્ટર અને નસીબ આ ત્રણે વસ્તુની જરૂર છે.પરંતુ વિશ્વ કપ અંગે અત્યારે ભવિષ્યવાણી કરવી  અધરી છે.

ત્રણ મેચ જીતવી જરૂરી 

ભારત જે  ગ્રુપમાં છે તેમાં પાકિસ્તાન,દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડીઝ, ઝીમ્બાબ્વે અને આયર્લેન્ડ છે.જેમાં ૬ માંથી ૪ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે.ભારત ઝીમ્બાબ્વે અને આયર્લેન્ડથઈ સારું જ રમશે.તેમજ વેસ્ટઇન્ડીઝ કરતા પણ આગળ રહે તો પણ ભારત ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચશે તેવી તો આશા છે.તેમજ  ક્વાર્ટર ફાઈનલ પછી સતત ત્રણ મેચ જીતીને ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની શકે છે. ક્રિકેટમાં હમેશા અલગ જ પરિણામ જોવા મળે છે. જો ૧૯૯૬માં કેન્યા વેસ્ટઇન્ડીઝને હરાવી શકે છે, ૨૦૦૭માં આયર્લેન્ડ પાકિસ્તાનને હરાવી શકે છે તેમજ એજ દિવસે બાંગ્લાદેશ ભારતને હરાવી શકે છે.એટલે જ  સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમની રમત તેમની આખરી ત્રણ દિવસની રમત પરજ નિર્ભર છે.

બેસ્ટ ઓફ લક ઇન્ડિયા ...ફોર વર્લ્ડ કપ ૨૦૧૫ ......................

Wednesday, February 11, 2015

કેજરીવાલે ભાજપના વિજયરથને અટકાવી દીધો!

ચન્દ્રકાન્ત ક્નોજા
લોકસભા ચુંટણીમાં જીત બાદ સતત જીત મેળવતી ભાજપને અરવિંદ કેજરીવાલે બ્રેક મારી દીધી છે. એમ કહીએ કે ભાજપના જીતના રથને અરવિંદ કેજરીવાલે અટકાવી દીધો છે. આ ઉપરાંત એક્ઝીટ પોલના તમામ અનુમાનોને ખોટા પાડીને આપ પક્ષ બહુમતી તરફ આગળ વધ્યો છે. પરંતુ આ બધા વચ્ચે ભાજપ પ્રમુખ અમિત શાહ માટે આ સૌથી હર સમાન છે. જે રીતે આત્મવિશ્વાસ સાથે દિલ્હી જીતવાની વાત અમિત શાહ કરતા હતા તે આખરે નિષ્ફળ દેખાઈ છે.
દિલ્હીની જનતાએ ભાજપનો સ્વીકાર ના કર્યો
જે રીતે જમ્મુ કાશ્મીરમાં ભાજપ માટે સ્થિતિ ઉભી થઈ છે. તે જોતા દિલ્હીમાં ભાજપની જીત જરૂરી હતી. તેમજ આગામી સમયમાં બિહારમાં યોજાનારી વિધાનસભા ચુંટણી માટે પણ ભાજપની જીત જરૂરી હતી. તેમજ અમિત શાહ છેલ્લા એક વર્ષથઈ બિહારમાં રાજકીય સમીકરણની ઉથલ પાથલમાં લાગેલા છે. તેમજ તેમણે દિલ્હી ચુંટણી જીતવા માટે મોદી સહિતના નેતાઓને મેદાનમાં ઉતારી દીધા હતા. તેમજ છતાં દિલ્હીની જનતાએ ભાજપનો સ્વીકાર ના કર્યો. દિલ્હીમાં હોવા છતાં મોદી અને અમિત શાહ ભાજપને જીત અપાવવામાં નિષ્ફળ નીવડ્યા જે આગામી દિવસમાં પક્ષની કારોબારીનો ચર્ચાનો મુદ્દો બનશે.
આ હારની જવાબદારી કિરણ બેદીએ સ્વીકારી લીધી
દિલ્હીમાં વિધાનસભા ચુંટણી પૂર્વે જ ભાજપને આ સ્થિતીનું અનુમાન હતું. જેના લીધે તેમણે ના છુટકે કિરણ બેદીને પક્ષમાં લીધા એટલું જ નહી પરતું પક્ષમાં કેટલાંકના વિરોધ છતાં તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ જાહેરાત કરી. જો કે આ હારની જવાબદારી કિરણ બેદીએ સ્વીકારી લીધી છે. તેમજ પક્ષ પ્રમુખ સતીશ ઉપાધ્યયે પણ હારની જવાબદારી લીધી છે. જો કે આ બધા વચ્ચે ભાજપના તમામ પ્રવક્તા મોદી લહેરની ચર્ચામાં મોદીને બચાવવાની મુદ્રા જોવા મળે છે.
અમિત શાહની પ્રથમ હાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે વિધાર્થીકાળથી આજદિન સુધી કોઈ પણ ચુંટણીમાં હારનો સામનો કર્યો નથી. કોલેજ લાઈફથી લઈને ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ક્યારેય હાર મેળવી નથી. ગુજરાત બાદ ઉત્તરપ્રદેશમાં સારું પ્રદર્શન કર્યું. જેના ફળ સ્વરૂપે તેને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોપવામાં આવી હતી. જેના પછી હરિયાણા ,મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ વિજયી મેળવી આપ્યો હતો. પરંતુ આખરે દિલ્હીમાં તેમના આ વિજયી રથને અટકાવીને કેજરીવાલે તેમને વિચારવા માટે મજબુર કરી દીધા છે.http://www.vishwagujarat.com/gu/kejriwal-stopped-bjp-chariot-of-victory/

Saturday, February 7, 2015

બિહારમાં મહાયુતિની તૈયારી આખરી તબક્કામાં


-ચન્દ્રકાંત ક્નોજા

બિહારના રાજકારણમાં પરિવર્તનની તૈયારી આખરી તબક્કામાં છે. ભાજપ સામે લડવા માટે લાલુપ્રસાદ યાદવનો પક્ષ રાષ્ટ્રીય જનતા દળ અને શરદ યાદવ અને નીતીશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ યુનાઈટેડ ૧૫ જાન્યુઆરી બાદ ગમે ત્યારે એક થશે. જેના લીધે બિહારના મુખ્યમંત્રી જીતેન રામ માંઝીને પણ બદલવાની ફરજ પડશે. તેમજ મુખ્યમંત્રી પદની કમાન નીતીશ કુમારને પુન: સોપવામાં આવશે.

નીતીશ સંભાળશે મોરચો?
બિહારના રાજકારણમાં થઈ રહેલા વ્યાપક ફેરફાર બાદ મુખ્યમંત્રી પદ માટે પણ મોરચા માટે નીતીશકુમાર સક્ષમ છે. તેમજ હાલના મુખ્યમંત્રી જીતેન રામ માંઝીએ ખોટા નિવેદનો કરીને પોતાની છાપને ખરડી નાખી છે. તેથી પક્ષની અંદર અને જેડીયુના સાથી પક્ષો પર તેમને બદલવા પર જોર મૂકી રહ્યા છે. તેમજ સીનીયર નેતાના જણાવ્યા અનુસાર જો જીતેન રામ માંઝીને મુખ્યમંત્રી પદ પર કાયમ રખાશે તો રાજ્યના ઉચ્ચ વર્ગના મત ગુમાવવાનો વારો આવશે. તેમજ આ બધા મતદાતા ભાજપ તરફ સરકી જાય તેવી સ્થિતિ છે જે ચુંટણી વખતે વિકાસ નામ સાથે નીતીશ જોડે જોડાયા હતા. જો કે નીતીશ કુમાર પોતાને આ પદથું દુર રાખવા માંગે છે પરંતુ અન્ય કોઈ નામ પર સહમતી ઉવ્હી કરવી મુશ્કેલ છે.

આ ઉપરાંત જેડીયુના સવર્ણ વર્ગમાં પણ જીતેન રામ માંઝીને લઈને ક્ચવાટ છે.તેથી નીતીશકુમાર પુન: મુખ્યમંત્રી બની શકે છે. તેમજ બીજી તરફ લાલુના ઘાસચારા કાંડનો ફાયદો પણ નીતીશને જ થશે.

લાલુની બેટી મીસા ઉપ મુખ્યમંત્રી બનશે?
જો કે આ બધા વચ્ચે આરજેડી જેડીયુમાં ભળશે તો સતામાં ભાગીદારી પણ માંગશે. તેથી લાલુ હવે તેમના પત્નીના સ્થાને તેમની સૌથી મોટી પુત્રી મીસાને ઉપમુખ્યમંત્રી પદ માટે તૈયાર કરી રહ્યા છે. જો કે આરજેડીમાં આ પદ માટે અબ્દુલ બારી સિદ્દકી દાવેદાર છે. પરંતુ લાલુ તેમને મનાવીને પોતાની પુત્રીને રાજકારણમાં સ્થાપિત કરી દેશે. મીસ આ વખતે લોકસભા ચુંટણી પણ લડી હતી. પરંતુ તે ભાજપના રામકૃપાલ યાદવ સામે હારી ગઈ હતી.

વર્તમાન મુખ્યમંત્રી ભાજપમાં જોડાઈ તેવી શક્યતા?
બિહારના રાજકારણમાં ફુંકાતા પરિવર્તનના પવનમાં હાલના મુખ્યમંત્રી જીતેનરામ માંઝીને જો મુખ્યમંત્રી પદેથી દુર કરવામાં આવે તો. જીતેન રામ માંઝી માટે ભાજપના દ્વાર ખુલ્લા છે. તેમજ માંઝી ભૂતકાળમાં મોદી સરકારના વખાણ પણ કરી ચુક્યા છે. તેથી ભાજપ જીતેન રામ માંઝીને સાથે લેવાના મુડમાં છે. જો જીતેન રામ માંઝી ભાજપમાં જોડાય તો બિહારમાં ભાજપની દલિત વોટબેંક મજબુત બનશે. તેમજ માંઝી વિધાનસભા ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ તેમનો બિહારને વિશેષ દરજ્જો આપવાની વાતને ભાજપ મુદ્દો બનાવીને ચુંટણી પ્રચારમાં પણ કરી શકે છે.